ઈ-કમિટી વિશે
ભારતીય ન્યાયપ્રણાલી દ્વારા અપનાવવામાં આવેલ માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીની પહેલને દર્શાવતાં આ માઘ્યમમાં ભારતની સર્વોચ્ચ અદાલતની ઈ-કમિટી આપનું સ્વાગત કરે છે. ઈ-કમિટી ભારતીય ન્યાયપ્રણાલી, ર00પ માં માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજીના અમલ માટે રાષ્ટ્રીય નિતી અને કાર્ય-આયોજન અંતર્ગત કલ્પિત ઈ-કોર્ટની દેખરેખ હેતુ નિયમન કરતી સંસ્થા છે. ઈ-કોટર્સ એ ન્યાય વિભાગ, કાયદા અને ન્યાય મંત્રાલય, ભારત સરકાર દ્વારા નિયંત્રિત અને નિધિક, સમસ્ત ભારતીય યોજના છે. દેશની ન્યાયપ્રણાલીને માહિતી અને સંદેશાવ્યવહાર ટેકનોલોજી દ્વારા સક્ષમ કરી પરિવર્તન કરવું એ તેનો મુખ્ય દ્રષ્ટિકોણ છે.
યોજનાની રૂપરેખા
- ઈ-કોર્ટ પ્રોજેકટ પક્ષકારોના અધિકારપત્ર અન્વયે અસરકારક અને સમયસર નાગરિકલક્ષી સેવાઓ પ્રદાન કરવી,
- કાર્યદક્ષ ન્યાયવિતરણ પ્રણાલીનું અદાલતોમાં વિકાસ, સ્થાપન અને અમલીકરણ કરવું.
- માહિતીની પહોંચને તેના હકકદારો માટે સરળ બનાવતી પ્રક્રિયાને સ્વયં-સંચાલિત કરવી.
- ન્યાયવિતરણ વ્યવસ્થાને સુલભ, વ્યાજબી, વિશ્વાસપાત્ર અને પારદર્શક બનાવી ગુણાત્મક તેમજ માત્રાત્મક, બન્ને પ્રકારે ન્યાયવિષયક ઉત્પાદકતા ને વધારવી.